
| સુરત રફ ડાયમંડ
કંપનીની સ્થાપના પછી પહેલીવાર શનિવારે ઓકશન, જેમાં ૬૦,૦૦૦ કેરેટના હીરા હશે , હીરા ૦.૫૦ સેન્ટથી ૨૦ કેરેટના...
સુરત રફ ડાયમંડ સોર્સિંગ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ૨૧મી જાન્યુઆરીને શનિવારે ૬૦,૦૦૦ કેરેટના અંંદાજે રૂપિયા ૧૦૦ કરોડના રફ હીરાનું ઓનલાઇન ઓકશન યોજવાનું છે. કંપનીની સ્થાપનાના બે વર્ષ બાદ પહેલીવાર ઓકશન થવાનું છે. ગયા વર્ષે ભારતમાં પહેલીવાર આર્જવ ડાયમંડ દ્વારા રફ હીરાનું ઓનલાઇન ઓકશન યોજાયું હતું.
એસઆરડીએસઆઇએલના પ્રવકતા આગમ સંઘવીએ જણાવ્યું હતું કે કંપની પહેલીવાર રફ ડાયમંડનું ઓનલાઇન ઓકશન યોજવાની છે. જેમાં ૦.પ૦ સેન્ટથી ૨૦ કેરેટના હીરા ઓનલાઇન ઓકશનમાં મુકાવાના છે. શનિવારે બપોરે બે વાગ્યે પહેલું ઓકશન શરૂ થશે અને બીજું ઓકશન પાંચ વાગે શરૂ થશે. ઓકશનમાં ૬૦,૦૦૦ કેરેટ હીરા હશે. જેની અંદાજે કિંમત ૧૦૦ કરોડ હશે. આ ઓકશનમાં વિશ્વની દરેક માઇન્સના મિકસ હીરા હશે. રફ ડાયમંડનું ઓન લાઇન ઓકશનમાં દુનિયાભરમાંથી કોઈ પણ ભાગ લઈ શકશે.
નાના વેપારીઓને રફ હીરા ખરીદવાને મોકો
સુરત રફ ઉત્પાદનમાં વિશ્વભરમાં અગ્રેસર હોવા છતાં કાચા હીરા વેચવા માટે માઇનિંગ કંપનીઓ ભારત આવતી નથી. બલકે હીરા ઉદ્યોગકારોએ સાઉથ આફ્રિકા, લંડન, બોટસ્વાના કે એન્ટવર્પ હીરા ખરીદવા માટે જવું પડે છે. રફ ડાયમંડના ઓકશનને કારણે નાનામાં નાનો વેપારી પણ પોતાની ઓફિસમાં બેસીને ઓનલાઇન ઓકશનમાં ભાગ લઈ શકશે. જેને કારણે તેને રફ માર્કેટની જાણકારી પણ મળશે અને જવા-આવવાનો સમય તથા ટ્રાવેલિંગ ખર્ચ પણ બચી જશે. ઉપરાંત પોતાની પસંદગીના હીરા પણ મેળવી શકશે.
એસઆરડીએસઆઇએલ શું છે?
સુરતના હીરાના વેપારીઓએ ભેગા થઈને વર્ષ ૨૦૧૦માં સુરત રફ ડાયમંડ ર્સોસિંગ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કરી હતી. આની પાછળનો આશય એવો છે કે, સુરતના એવા ઘણા નાના વેપારીઓ અને કારખાનેદારો કામ કરે છે, જેમને રફ હીરા નહીં મળવાને કારણે કારખાના બંધ રાખવાની નોબત ઊભી થાય છે. આવા લોકોને રફને પુરવઠો નિયમિત મળતો રહે અને તે પણ રિઝનેબલ ભાવે કારણ કે આમાં કોઈ વચેટિયા નહીં હોય. કંપનીના ચેરમેનપદે આશિત મહેતા છે.
onlygujarat.com | 
| રિયલ એસ્ટેટ ધબાય નમઃ
ફ્રિચના મતે ભારતમાં રિઅલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ ખરાબ છે. ૨૦૧૨માં પણ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે માંગ ઓછી જ રહેશે. સાથો સાથ રિઅલ એસ્ટેટ કંપનીઓને ફંડ એકત્ર કરવામાં ખાસ્સી એવી મુશ્કેલીઓ પડશે.
મોંઘવારી વધવાથી વ્યાજદરમાં સતત વધારો થવાની સાથોસાથ બીજી બાજુ લોનો મોંઘી થતા રહેણાંક મકાનોની માંગમાં ઘટાડો આવશે. અર્થતંત્ર પર દબાણ હોવાના લીધે રિઅલ એસ્ટેટ માર્કેટમાં મોટો ઘટાડો આવશે. સાથોસાથ કોમર્શિય જગ્યા માટે ખરીદદાર મળશે નહીં. ફ્રિચનું કહેવું છે કે ખર્ચ વધતા અને માંગ ન હોવાથી રિઅલ એસ્ટેટ કંપનીઓની સ્થિતિ ખરાબ જ રહેશે અને કંપનીઓના નફામાં ઘટાડો આવશે. રિઅલ એસ્ટેટ કંપનીઓ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે બેંક લોન આપવામાં આનાકાની કરી રહ્યું છે. કેટલીય કંપનીઓએ ડિફોલ્ટ પણ કર્યું છેmumbai samachar | 
| અમદાવાદમાં ઇઝરાયલી સ્ટાઇલના બનશે મકાન
ઇઝરાયલની મકાન બનાવાની પદ્ધતિ અહીં વિકસાવાશેગુજરાતમાં મકાનોની મોટાપાયે અછત જોવા મળી રહી છે. ત્યારે વધુ મકાનો કંઇ રીતે ડેવલપ કરી શકાય તે ઉદેશને સમજવા, જાણવા અને જોવા માટે ગુજરાતના ડેવલપર્સો ઇઝરાયલી મુલાકાત લઇ રહ્યા છે. ઇઝરાયલમાં ગ્રૂપ હાઉસિંગ સિસ્ટમ ડેવલપમેન્ટ બહુ પ્રચલિત પદ્ધતિ છે. તેના બેઝ પર ગુજરાતમાં ઇઝરાયલી સ્ટાઇલના મકાનો બનાવાની યોજના ગુજરાતના ડેવલપર્સોની છે. કોન્ફડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (ગુજરાત ચેપટર) 17 થી 24મી જાન્યુઆરીના રોજ 70 ડેલપર્સ ઇઝરાયલની મુલાકાતે જવાના છે. ગ્રૂપ હાઉસિંગ સિસ્ટમ ડેવલપમેન્ટનો મોટો ફાયદો જમીન માલિકો એટલે કે ખેડૂતો અને ખરીદનારને વર્ગને મળશે. ઇઝરાયલી સ્ટાઇલના મકાનો ખૂબ જ સસ્તા પડતા હોય છે. આ અંગે ક્રેડાઇના ઉપ પ્રમુખ સુરેશભાઇ પટેલે 'દિવવ્યભાસ્કર.કો.ઇન' સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતના ડેવલપર્સો દર વર્ષે વિદેશના અલગ-અલગ ડેસ્ટિનેશનની મુલાકાત લેતા હોય છે, તેના ભાગ રૂપે અમે ઇઝરાયલ અને મસ્કતની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ઇઝરાયલમાં ઓછો વરસાદ પડતો હોવા છતાંય ત્યાં સારામાં સારી ખેતી થાય છે. ત્યાંની ડ્રીપ ઇરિગેશન પદ્ધતિને અમે ખાસ જાણીને અહીંના ફાર્મ હાઉસોમાં તેનો કંઇ રીતે ઉપયોગ કરી શકાય તે અમે ખાસ જાણવા માંગીએ છીએ. તદઉપરાંત અમે ખરાબ પાણીને રીસાયકલ કરીને કંઇ રીતે ફલશ વોટર તરીકે કે અન્ય રીતે ઉપયોગ કરી શકાય તેની ટેકનિક જાણવાનો અમે પ્રયાસ કરીશું. એ પદ્ધતિને પછી અમે અહીં વિકસાવાની કોશિશ કરીશું તેમ સુરેશભાઇએ વધુમાં કહ્યું હતું. ઇઝરાયલની મુલાકાતે ઉત્તર ગુજરાતમાંથી 17-18 ડેલપર્સ, સુરતના 15 ડેવલપર્સ સહિત રાજકોટ, વાપી, બરોડા, સુરત વગેરેના ડેલપર્સ પણ જોડાવાના છે. DIVYABHASKAR.COM | 
| અમદાવાદ અને રાજસ્થાનનું ઘટશે અંતર
રાજસ્થાનમાં કિશનગઢ-અમદાવાદ નેશનલ હાઇવે પ્રોજેક્ટને મંજૂરી - તેના પર 636 કરોડ રૂપિયા ખર્ચ કરાશે - હાલમાં 21000 કિલોમીટર રસ્તાનું કામ ચાલી રહ્યું છે રાજસ્થાનમાં કિશનગઢ થી અમદાવાદ 560 કિલોમીટરના નેશનલ હાઇવે પ્રોજેક્ટને મંજૂરી મળી ગઇ છે. તેના પર 636 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. કેન્દ્રીય ભૂતળ પરિવહન રાજમાર્ગ મંત્રી ડૉ.સી.પી.જોશીએ ઉદયપુરમાં તેની માહિતી આપી. તેઓ ઉદયપુરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વક્ર્સ એકાઉન્ટન્ટસ (આઇસીડબલ્યુએ)ની ઉત્તરી ક્ષેત્રીય કાઉન્સિલ દ્વારા આયોજિત ત્રણય દિવસીય કાર્યક્રમના ત્રીજા દિવસે સમાપન સમારંભમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમને આર્થિક સુસ્તીના દોરમાં આર્થિક વિકાસ ચાલુ રાખવાના વિષય પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લીધો હતો. DIVYABHASKAR.COM | 
| રિયલ એસ્ટેટનું થશે ધબાય નમ:?
- ફિચના મતે ભારતમાં રિઅલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ ખરાબ છે
- 2012માં પણ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે માંગ ઓછી જ રહેશે
- રિઅલ એસ્ટેટ કંપનીઓને ફંડ એકત્ર કરવામાં ખાસી એવી મુશ્કેલીઓ પડશે
- રિઅલ એસ્ટેટ કંપનીઓ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે બેન્ક લોન આપવામાં આનાકાની કરી રહ્યું છે
2012ની સાલ દરમ્યાન ભારતના રિઅલ એસ્ટેટ માર્કેટમાં તેજી જોવા મળશે નહીં તેવું જાણીતી રેટિંગ એજન્સી ફિચનું કહેવું છે.
ફિચના મતે ભારતમાં રિઅલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ ખરાબ છે. 2012માં પણ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે માંગ ઓછી જ રહેશે. સાથો સાથ રિઅલ એસ્ટેટ કંપનીઓને ફંડ એકત્ર કરવામાં ખાસ્સી એવી મુશ્કેલીઓ પડશે.
DIVYABHASKAR.COM |
|
SPONSOR
LINK |
TRISHLA ELECTRONICS Jain stavan Audio Video CD Jain CD 9833150150 contactus@trishlajainstavan.com , order@trishlajainstavan.com http://www.trishlajainstavan.com/ ........................................... atul dasadia radhanpur estate and finance consultant estate agent 09323515048 atuldasadia@gmail.com www.jainmarket.com ........................................... Suresh Kothari Rajkot Expert in Photoshop and Maya software. Developer -------------- 9819219836 jainish_kothari@rediffmail.com ------------ ........................................... ATUL DASADIA RADHANPUR MAHAVIRKATHA BY KUMARPAL DESAI SET OF 2 DVD. MARKETING. --------------------------- 09323515048 info@jaininformation.com jaininformation.com ........................................... VISHWA PRAKASHAK JAIN SHILP ART JAIPUR NAVIN SHARMA . OWNER MFG. OF JAIN AND OTHER MURTY 01414014528 09462000873 VISHWA_ainshilpare@yahoo.com www.jainmoorti.com ........................................... Shalin Dasadia Radhanpur JAINAM SWEETS & DRYFRUITS WHOLESALER 022-28442931 09321001903 shalindasadia19@rediffmail.com - ........................................... ATUL DASADIA RADHANPUR LACKCITY WADA. JAIN FOOD AND RECREATION.RS.450/- PER PERSON. TOURS@ TRAVELLS. 09323515048 AS ABOVE atuldasadia@gmail.com ---------- ........................................... ATUL DASADIA RADHANPUR BUNGLOW PLOT AT SHANKHESHWAR TIRTH. 2500 SQ.FT. AND MORE. RS.207 PER SQ.FT. UPTO 5/12/2011. 18 MONTHLY INSTALLMENT. ESTATE CONSULTANT 09323515048 AS ABOVE atuldasadia@gmail.com ----- ........................................... ATUL DASADIA RADHANPUR BUNGLOW PLOT AT VANKI(KUTCH) rs. 2000/- 60 monthly insl. 900sq.ft. estate consultant 09323515048 as above atuldasadia@gmail.com --------- ........................................... Shalin Dasadia Radhanpur NA BANGLOW PLOT AT KARJAT REAL ESTATE 28442931 9321001903 shalindasadia19@rediffmail.com - ...........................................
|
|